યુરોપમાં ફૂટબૉલ મૅચના પ્રસારણ દરમિયાન રંગભેદ ટિપ્પણીઓ થતી હોવાનો આરોપ

યુરોપમાં ફૂટબૉલ મૅચના પ્રસારણ દરમિયાન રંગભેદ ટિપ્પણીઓ થતી હોવાનો આરોપ
લંડન, તા. 30 : ઇંગ્લેન્ડના ફૂટબોલ ખેલાડીઓના યૂનિયનનું માનવું છે કે યૂરોપીય લીગમાં કોમેન્ટેટર દ્વારા મેચના પ્રસારણ દરમિયાન ઉપયોગમાં લેવાતી ભાષામાં રંગભેદ ભેદભાવની ઝલક જોવા મળે છે. ડેનમાર્કની રિસર્ચ કંપની રનરિપીટએ વ્યાવસાયિક ફૂટબોલ ખેલાડીઓના સંઘ (પીએફએ) સાથે મળીને રિસર્ચ કરાવ્યું છે. જેમાં બહાર આવ્યું છે કે ખેલાડીઓની સમજદારીની જે પ્રશંસા કરવામાં આવે છે તેમાં 63 ટકા મામલા શ્વેત ખેલાડીઓ સાથે જોડાયેલા હોય છે. જ્યારે ખેલાડીઓની સમજદારીની ટીકાઓ થતી હોય છે તેમાં 63 ટકા મામલામાં નિશાન પર અશ્વેત ખેલાડીઓ હોય છે. આ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે 60 ટકા મોકા પર શ્વેત ખેલાડીઓની પ્રશંસા કરવામાં આવતી હોય છે.
આ સિઝનમાં પ્રીમિયર લીગ, ઉપરાંત ઇટાલી, સ્પેન અને ફ્રાંસની ટોચની લીગના 80 મેચના રિસર્ચમાં આ તારણ બહાર આવ્યું છે. આ દરમિયાન બ્રિટન, અમેરિકા, કેનેડાની મીડિયા કંપનીમાં કામ કરનાર અને અંગ્રેજીમાં કોમેન્ટરી કરતા કોમેન્ટેટરોના 2073 બયાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અન્ય કેટલાક મામલે પણ કોમેન્ટેટરો અશ્વેત ખેલાડીઓને વધુ નિશાન બનાવતા હોવાનું બહાર આવ્યું છે.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer