અન્ય બૉર્ડની સ્કૂલોના ફીના ધોરણોમાં રાજ્ય સરકાર હસ્તક્ષેપ ન કરી શકે : બૉમ્બે હાઇ કોર્ટ

મુંબઈ, તા. 30 : રાજ્ય શિક્ષણ બૉર્ડ સિવાયની અન્ય બૉર્ડની ખાનગી તેમ જ બિન અનૂદાનિત સ્કૂલોની ફીના ધોરણોની બાબતમાં હસ્તક્ષેપ કરવાની સત્તા મહારાષ્ટ્ર સરકારને નથી, એમ બૉમ્બે હાઇ કોર્ટે આજે જણાવ્યું હતું અને મહારાષ્ટ્ર સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ વર્ષે સ્કૂલોની ફી ન વધારવાનો આદેશ આપ્યો હતો તેના પર વચગાળાનો સ્ટે મુક્યો હતો.
આઠમી મેના સરકારી આદેશમાં જણાવાયું હતું કે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે રાજ્યની તમામ સ્કૂલોએ ફીમાં વધારો ન કરવો. કોર્ટના 26 જૂનના આદેશ પ્રમાણે અન્ય બૉર્ડની કે ખાનગી અને બિન અનૂદાનિત સ્કૂલોની ફી સંબંધે હસ્તક્ષેપ કરવાનું રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં નથી. જો કે કોર્ટે ટીપ્પણી કરી હતી કે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને સરકારે બહાર પાડેલો આદેશ યથોચિત છે તેથી સ્કૂલોએ એ વિશે વિચારવું જોઇએ.

Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer