વીજળીના ઊંચા બિલોની ફરિયાદોની તપાસ કરવા મર્કને આદેશ

મુંબઈ, તા.30 : વીજળીના ગ્રાહકોને મોટી રકમના બિલોની ફરિયાદોની તપાસ કરવાનો આદેશ રાજ્ય સરકારે આજે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (એમઇઆરસી)ને આપ્યો હતો અને પાવર કંપનીઓને બિલો મોકલવામાં પારદર્શિતા રાખવાની સૂચના આપવાનું કહેવાયું હતું. મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા  કરાયેલા ટિવટમાં કહેવાયું હતું કે વીજળીના ઉંચા બિલોની ફરિયાદોની તપાસ એમઇઆરસી દ્વારા કરાશે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી તાપસી પન્નુ, રેણુકા સહાણે અને હુમા કુરેશી સહિતના કેટલાંય લોકોએ ટિવટરના  માધ્યમથી વીજળીના ઉંચા બિલો આવ્યાની ફરિયાદ કરી હતી.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer