વડોદરામાં વધુ 52 કોરોના પોઝિટિવ સાથે કેસની સંખ્યા 2280 થઇ

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા,તા,30, વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે 52 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2280 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે વધુ 2 સત્તાવાર મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે. આમ સત્તાવાર કુલ મૃત્યુઆંક 55 ઉપર પહોંચ્યો છે. જોકે 55 પૈકી કોરોના વાઈરસથી માત્ર 10 દર્દીના જ મોત દર્શાવવામાં આવ્યા છે. અન્ય 45 દર્દીના મોત અન્ય બિમારીઓથી થયા હોવાનું જાહેર કરાયું છે. વડોદરામાં આજે વધુ 38 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1601 સાજા થયા છે. વડોદરામાં હાલ 624 એક્ટિવ કેસ છે, જે પૈકી 126 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર પર છે. 
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજ વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી અંકલેશ્વરમાં 6, ભરૂચમાં એક અને જંબુસરમાં એક કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 227 ઉપર પહોંચી ગઇ છે. 

Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer