રાજ્યમાં 48 કલાકમાં કોરોનાથી 245નાં મોત

કેસની સંખ્યામાં થોડો ઘટાડો, પરંતુ જૂના મૃત્યુ ઉમેરાતા મરણાંકમાં ઉછાળો
મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના મહામારીએ આજે કાળો કેર વર્તાવ્યો હતો. આજે રાજ્યમાં કોરોનાને લીધે 245 દર્દીના મૃત્યુ થયા છે જે એક નવો ઉચ્ચાંક છે. સતત ચાર દિવસ સુધી નવા દર્દીમાં પાંચ  હજારનો આંકડો  નોંધાવ્યા  બાદ આજે  દેશમાં ટોચના સ્થાને રહેલા મહારાષ્ટ્રમાં 4878 નવા દર્દી મળ્યા હતા. શનિવારે  6,368ની ટેસ્ટ  પૉઝિટિવ આવી હતી.  મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દર્દીની સંખ્યા 1,74,761 થઈ ગઈ છે. . રાજ્યમાં આજે  245 દર્દીના આજે મૃત્યું નોંધાયા છે. જોકે આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો  કે આમાંથી 95 મૃત્યું છેલ્લા 48 કલાકના છે. અને બાકીના 150 મરણ અગાઉના સમયગાળાના છે. મરણાંક 7855 થયો છે.  
આજે મુબઈમાં કોરોનાના 903 નવા દર્દી મળતાં કુલ દર્દીની સંખ્યા 77,197 થઈ છે. આજે છેલ્લા 48 કલાકમાં 36 દર્દીના મૃત્યું થયા હતા. જોકે આનાથી જૂના સમયગાળાના 57 મરણ નોંધાયા છે જેને કુલ મરણાંકમાં ઉમેરવામાં આવ્યા છે. આને લીધે શહેરમાં મરણાંક 4,554નો થયો છે.  
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer