સુશાંત સિંહ આત્મહત્યા કેસ : અભિનેત્રી સંજના સાંઘીનું નિવેદન લેવાયું

સુશાંત સિંહ આત્મહત્યા કેસ : અભિનેત્રી સંજના સાંઘીનું નિવેદન લેવાયું
મુંબઈ, તા. 30 : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં તેની સહ અભિનેત્રી સંજના સાંઘીનું નિવેદન આજે બાંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયાનું એક અધિકારીએ કહ્યું હતું. રાજપૂત અભિનિત છેલ્લી ફિલ્મ `િદલ બેચારા'થી સંજના મોટા પડદે પદાર્પણ કરી રહી છે.
આ ફિલ્મના દિગ્દર્શક મુકેશ છાબડા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સવારે અભિનેત્રી પોલીસ સ્ટેશને આવી હતી અને તેનું નિવેદન લેવાયું હતું. 
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer