ધમકીના ફોન પછી તાજ હોટેલની સલામતી વધારાઈ

ધમકીના ફોન પછી તાજ હોટેલની સલામતી વધારાઈ
મુંબઈ, તા. 30 (પી.ટી.આઈ.): દક્ષિણ મુંબઈમાં આવેલી પાંચતારક હોટેલ તાજ ઉપર હુમલો કરવામાં આવશે એવો ફોન આવ્યા પછી તેઓ પોલીસે તેની સલામતી માટે બંદોબસ્ત વધારી દીધો છે.
આ ફોન કરનારે પોતે પાકિસ્તાનમાં કરાંચીથી બોલતો હોવાનો દાવો કર્યો હતો. કરાંચીમાં ગઈકાલે સ્ટોક એક્સચેન્જ ઉપર હુમલો થયો પછી ણમુંબઈ પોલીસ હાઇએલર્ટ છે. આજે બપોરે 12-30 વાગે ફોન આવ્યો પછી તાજ હોટેલની ફરતે, તેની તરફ જતાં રસ્તા અને આખાય પરિસરમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે 26મી નવેમ્બર, 2008ના દિવસે પાકિસ્તાનના આતંકવાદીઓએ કરેલા હુમલામાં વિદેશી અને ભારતીય નાગરિકોના મરણ નીપજ્યા હતા.

Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer