થાણે અને મીરા-ભાયંદરમાં દસ દિવસ સંપૂર્ણ લૉકડાઉન

થાણે અને મીરા-ભાયંદરમાં દસ દિવસ સંપૂર્ણ લૉકડાઉન
થાણે, તા. 30 : કોરોનાનો ફેલાવો અટકાવવા થાણે શહેર અને મીરા ભાયંદરમાં આવતી કાલથી  દસ દિવસના સંપૂર્ણ લાકડાઉનની જાહેરાત આજે થાણે પાલિકા કમિશનર વિપિન શર્માએ કરી હતી. દસ દિવસના આ લોકડાઉનમાં મેડિકલ ઇમરજન્સી કે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના પૂરવઠા માટે તેમ જ અત્યંત આવશ્યક કામ માટે જ મંજૂરી ધરાવતા વાહનોની અવર-જવર કરવા દેવાશે અને બિનજરૂરી કામ કે વસ્તુઓ માટે વાહનોને બહાર ન કાઢવા તેમ જ લોકોને ઘરમાં જ રહેવાનું કહેવાયું છે. થાણે જિલ્લાના મીરા-ભાયંદરમાં પણ દસ દિવસનો સંપૂર્ણ લૉકડાઉનનો આદેશ સ્થાનિક પાલિકા કમિશનર વિજય રાઠોડે બહાર પાડયો છે. 
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer