`બ્રીધ''ની બીજી સિઝનમાં અભિષેક બચ્ચન સાથે ઋષિકેશ જોશી

`બ્રીધ''ની બીજી સિઝનમાં અભિષેક બચ્ચન સાથે ઋષિકેશ જોશી
વેબ સિરિઝ બ્રીધની પ્રથમ સીઝનમાં આર. માધવન હતો અને એમેઝોન પ્રાઇમ પર તેને પર્સારિત કરવામાં આળી હતી જે સુપરહિટ રહી હતી. હવે આ શોની બીજી સિઝન 10 જુલાઇએ આવશે. આ નવી સિઝનમાં અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. જયારે તેની સાથે ઇન્સ્પેકટર પ્રકાશના પાત્રમાં ઋષિકેશ જોશી જ જોવા મળશે. આ સિરિઝનું માળખું એવી રીતે રાખવામાં આવ્યું છે કે તેમાં દર વખતે મુખ્ય પાત્રો બદલાતા રહેશે પરંતુ ઋષિકેશ ઇનસ્પેકટર પ્રશાંત અને અમિત સાધ ઇન્સ્પેકટર કબીર સાવંતની ભૂમિકામાં જોવા મળશે. આ નવી સિઝનના દિગ્દર્શક મયંક શર્મા  અને લેખક ભવાની ઐયર, વિક્રમ તુલી અને  અર્શદ સૈયદ છે.   
ઋષિકેશે અભિષેક સાથે કામ કરવા વિશે જણાવ્યું હતું કે, અમે ડાબિંગ પૂરું કર્યું ત્યારે અભિષેકે કહ્યું કે મારું પાત્ર બીજી સિઝનમાં સૌથી વધુ ધ્યાન ખેંચશે. બીજી સિઝનના શાટિંગ દરમિયાન અમે ફ્રેન્ડ બની ગયા હતા. એકત્ર ભોજન લેતા અને ક્રિકેટ પણ રમતા હતા. તેઓ મરાઠી કલાકાર અને રંગમંચ વિશે આદર ધરાવે છે.        
ઋષિકેશ વેબ સિરિઝના ભાવિ વિશે શંકા ધરાવતા હતા પરંતુ બ્રધની પ્રથમ સિઝનને મળેલા પ્રતિસાદે તેમના આત્મવિશ્વાસને વધાર્યો છે છને દર્શકોને પણ તેમનું પાત્ર સૌથી વધુ ગમ્યું છે. આ ઉપરાંત ઋષિકેશે હિન્દી ફિલ્મો, મરાઠી ફિલ્મો છને ટીવી સિરિયલોમાં અભિનય કર્યો છે.   
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer