વર્ષાઋતુ વિશેની શૉર્ટ ફિલ્મો દર્શાવે છે શૉર્ટ્સ ટીવી

વર્ષાઋતુ વિશેની શૉર્ટ ફિલ્મો દર્શાવે છે શૉર્ટ્સ ટીવી
વર્ષાઋતુ રોમાન્ટિક મોસમ છે. ટીપેટીપે કે ધોધમાર વરસતો વરસાદ પ્રિય વ્યક્તિની યાદ અચૂક અપાવે છે અને સાથે રહેલા પ્રેમીઓ તેને માણે છે. વરસતો વરસાદ મૂડને  અનેક રંગ બક્ષે છે. હાલમાં કોરોના મહામારીને કારમે વરસાદને માણવા વન-ઉપવન કે અન્ય સ્થળે જવું શકય નથી. છતાં ઘરે બેસીને વરસાદી મોસમને માણવાની તક આપે છે શોર્ટ્સ ટીવી. તમામ ડીટીએચ  પ્લેટફોર્મ સાથે સંકળાયેલા શોર્ટ્સ ટીવી પર દર શુક્રવારે રાતના દસ વાગ્યે મોન્સૂન રોમાન્સ કાર્યક્રમમાં વરસાદી ઝરમરની અનૂભૂતિ કરાવતી ટૂંકી ફિલ્મો દર્શાવાય છે.  
શોર્ટ્સ ટીવી પરથી પ્રસારિત થનારી વરસાદી રોમાન્ટિક શોર્ટ ફિલ્મમાં મહેરુનીનો સમાવેશ થાય છે. આ ફિલ્મ પ્રેમની લાગણીને વ્યક્ત કરે છે. આમાં મિ. અને મિસીસ શર્માની પ્રેમકથા છે જે રોજ સાથે પ્રવાસ કરતા હોય છે. આ યુગલના જીવનમાં મરુન રંગના મહત્ત્વને જોવા મળે છે.  
ક્લિઅર બ્લૂ ફિલ્મમાં યુવા લાઇફગાર્ડ સાયમનના સાર્વજાનિક સ્વામિંગ પુલમાં કામ કર્યાનો અનુભવ છે. એક દિવસ સાયમન એક મોટી ઉંમરની મહિલા ફ્લોવાને લાંબો સમય પાણીની અંદર રહેતા જુએ છે. સાયમન આ મહિલાનો પીછો કરે છે અને તેને જે રહસ્ય જાણવા મળે છે તે અદ્ભૂત હોય છે.   સ્ટિગરેમાં એક લેખકના સંઘર્ષની કથા છે. એક દુકાનમાં તે એક યુવતીના પરિચયમાં આવે છે અને પ્રથમ નજરનો પ્રેમ થાય છે. લેખક પ્રેમનો એકરાર કઇ રીતે કરે છે તે જોવું રસપ્રદ છે.  
શોર્ટ ફિલ્મ હેનરીમાં પ્રેમ ભેદભાવમાં માનતો નથી તે દર્શાવાયું છે. બાળક જેવા પ્રેમી કઇ રીતે બની શકાય તે વિશેનું સુંદર નીરુપણ કરવામાં આવ્યું છે. જયારે રાઇનોઝમાં સંબંધોમાં સંવાદ જરૂરી છે તેને સમજાવવામાં આવ્યું છે. એકમેકની ભાષા ન સમજતાં યુગલ કિ રીતે એકબીજા વિશે માહિતી મેળવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.    
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer