ઝી ટીવીના નવા એપિસોડ્સ આવતા અઠવાડિયેથી શરૂ થશે

ઝી ટીવીના નવા એપિસોડ્સ આવતા અઠવાડિયેથી શરૂ થશે
કોવિડ-19 ના લીધે ટીવી સિરિયલોના દર્શકોની રસક્ષતિ થઇ છે અને તેમને તેમની મનપસંદ નાયિકા પ્રજ્ઞા, પૃથા, ગુડ્ડન વગેરેને મળવા મળતું નહોતું. જો કે, ટીવી સિરિયલોના શાટિંગ શરૂ થઇ ગયા હોવાથી આ વિરહ પૂરો થયો છે. આવતા સપ્તાહ અર્થાત્ 13 જુલાઇથી ઝી ટીવી નવા એપિસોડ્સનું પ્રસારણ શરૂ કરશે. સંગીત રિયાલિટી શો સા રે ગા મા પા વિટલ ચેમ્પની વર્તમાન સિઝનના નવા એપિસોડ 18 જુલાઇથી શરૂ થશે અને તેમાં ઝૈદ, સાઇ, સત્રમ, આર્યનંદા અને માધવની ગાયકીને માણવા મળશે.  
સિરિયલ કુમકુમ ભાગ્યના સેટ પરથી શ્રિતિ ઝાએ જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ શાટિંગ કરવાનું અમને ગમે છે અને હવે સિરિયલમાં પ્રાચી અને રણબીરના જીવનમાં વળાંક આવશે. તેમનું મૌન તેમને છૂટા પાડી દેશે.   
કુડલી ભાગ્યના નવા એપિસોડમાં પૃથાએ કરણની વાતને દિલથી સાંભળવી કે દિમાગથી તેનો નિર્ણય કરવાનો હોય છે. પૃથા શર્લિનની વાસ્તવિકતા બહાર લાવશે અને પોતાના પ્રેમને બચાવશે.    
અભિનેત્રી રીમ શેખ તુજ સે હી રાબતામાં કલ્યામીનું પાત્ર ભજવી રહી છે. સિરિયલમાં કલ્યાણી અને મલ્હારના જીવનમાં નવો વળાંક આવશે. આ વાર્તા અત્યંત રસપ્રદ છે.  
ગુડ્ડન તુમસે ન હો પાએગાની કનિકા માને કહ્યું હતું કે, આ શો મારા જીવનનું સીમાચિહ્ન છે અને તેના દરેક એપિસોડ અત્યંત રસપ્રદ છે.  
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer