આઇપીએલમાં રમવાની કાંગારૂ ખેલાડીઓને છૂટ મળવી જોઇએ : લૅન્ગર

આઇપીએલમાં રમવાની કાંગારૂ ખેલાડીઓને છૂટ મળવી જોઇએ : લૅન્ગર
મેલબોર્ન, તા. 9 : ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના હેડ કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે ક્રિકેટના ભલા માટે કાંગારૂ ટીમે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડવો જોઇએ. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે જો આઇપીએલનું આયોજન થાય તો એ માટે આપણા દેશના ખેલાડીઓને રીલિઝ કરવા જોઇએ. 
કાંગારૂ કોચ લેંગરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ટીમે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની જરૂર છે. ભલે તે એક પડકાર હોય, પણ આથી ક્રિકેટની ગતિવિધિ આગળ વધશે. લેંગરનું એવું પણ માનવું છે કે જો આઈપીએલનું આયોજન થાય તો ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને તેમાં રમવાની છૂટ આપવી જોઇએ. આથી સ્મિથ, વોર્નર અને કમિન્સ જેવા ખેલાડીઓને ફાયદો થશે. 
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer