ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમમાં વ્યક્તિગત ધંધાર્થીઓને સામેલ કરવા એફઆઈડીસીની માગણી

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમમાં વ્યક્તિગત ધંધાર્થીઓને સામેલ કરવા એફઆઈડીસીની માગણી
મુંબઈ, તા. 9 : કેન્દ્ર સરકારે લઘુ ઉદ્યોગો માટે જાહેર કરેલી ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ હેઠળ વાહન સામે અપાતી લોનમાં વ્યક્તિગત ધંધાર્થીઓને સામેલ કરવાની માંગ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવેલપમેન્ટ કાઉન્સિલે કરી છે.  નાણા પ્રધાન નિર્મલા સીતારામનને આપેલી રજુઆતમાં કાઉન્સિલે કહ્યું છે કે આ સ્કીમમાં લઘુ ઉદ્યોગોને રૂ. 3 લાખ કરોડની વધારાની લોન ઓછા વ્યાજે આપવાની જોગવાઈ છે અને તેમાં વાહન સામે લોન આપવાની પણ સગવડ છે. 
પરંતુ વ્યક્તિગત સ્તરે મુદ્રા સ્કીમમાં આવરી લેવાયેલી લોન જ આ માટે લાયક છે એમ જણાવી કાઉન્સિલે રજુઆત કરી છે કે ઘણા કિસ્સામાં લોનની રકમ કે તેના પરના વ્યાજ દર ને કારણે આ લોન મુદ્રાના રિફાઇનાન્સમાં આવતી નથી. 
પરિણામે કમર્શિયલ હેતુ માટે વાહન ખરીદાયા હોવા છતાં અને તેને લીધે મોટી રોજગારી ઉભી થતી હોવા છતાં એ આ સ્કીમનો ફાયદો મેળવી શકતી નથી. 
અમારા 75 ટકા થી વધુ ગ્રાહકો તેમના પોતાના વ્યક્તિગત નામે ધંધો કરે છે. કમર્શિયલ હેતુ માટે જે લોન વ્યક્તિગત ધોરણે અપાઈ હોય તેને પણ સ્કીમમાં આવરી લેવાની જરૂર છે એમ કાઉન્સિલે તેની રજુઆતમાં કહ્યું છે.  આમ કરવાથી લાખો નાના સાહસિકોને વધુ ધિરાણ મળી શકશે એમ કાઉન્સિલે કહ્યું હતું.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer