મુંબઈમાં દુકાનો રોજ આખો દિવસ ખુલ્લી રાખવાની છૂટ આપવાની વેપારીઓની માગ

મુંબઈ, તા. 9 : ત્રણ મહિનાના લૉકડાઉન બાદ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અનલોક સાથે બજારો અને દૂકાનો ખૂલી પરંતુ વિવિધ નિયંત્રણોના કારણે બજારોની રોનક ગાયબ છે. ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન (એફઆરટીડબલ્યુએ)ના પ્રમુખ વિરેન શાહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને બજારોની કામગીરી પર સમય સહિતના અવ્યવહારૂ નિયંત્રણો છે તે હટાવીને અર્થતંત્રને ફરીથી પાટે ચડાવવાની માગણી કરી છે. 
શાહે પત્રમાં જણાવ્યું હતું કે કેટલાંક આકરા નિયમોમાં દખલગીરી કરીને છૂટછાટો બદલ અમે તમારો આભાર માનીએ છીએ. મુંબઈ પોલીસ દ્વારા લાદવામાં આવેલા 2 કિ.મી. પ્રતિબંધોમાં રાહત આપી છે જેના કારણે ગભરામણું વાતાવરણ સર્જાયું હતું અને ગ્રાહકો દુકાન પર આવતાં ડરી ગયા હતા.વેપારીઓની અપીલ છે કે દુકાન ખુલ્લી રહેવા માટે સાંજે બે કલાક વધારવી. દુકાન ખુલ્લી રાખવા માટે સોમવારથી શનિવાર સુધી તમામ છ દિવસની માગ વેપારીઓ કરી રહ્યા છે. 
હાલમાં નિયંત્રણો અંતર્ગત  વૈકલ્પિક દિવસોની સૂચના અને માર્ગદર્શિકાને લીધે દુકાનો અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ અને મહિનામાં 12 દિવસ જ ખોલવામાં આવી શકે છે. પરંતુ ગ્રાહકો માટે આ ફરીથી ખૂબ જ મૂંઝવણભર્યું છે કે ક્યા દિવસો પર કઇ દુકાનો ખુલી છે અને દુકાન માલિકોને મહિનામાં ફક્ત 12 દિવસ માટે દુકાન ખોલવામાં અસુવિધાજનક છે અને મોટું માસિક ભાડુ પણ ચૂકવવાનું હોય છે. મકાનમાલિકો અને સ્ટાફને સંપૂર્ણ પગાર પણ ચૂકવે છે જે વ્યવહારિક નથી. મહિનામાં 12 દિવસ હોવાને કારણે મોટાભાગની દુકાનો ખોલવામાં આવી નથી. મહેરબાની કરીને હસ્તક્ષેપ કરો જેથી વ્યવસાય પુનર્જીવિત અને ટકી શકે અને મહારાષ્ટ્ર સરકાર જીએસટીની આવક મેળવી શકે. 
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer