વડોદરામાં 68 કોરોનાગ્રસ્તો વધ્યા, તબીબ સહિતના ચારનાં મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 9 : વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2853 ઉપર પહોંચી છે. વડોદરામાં આજે વધુ 13 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2032 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 764 એક્ટિવ કેસ છે
વડોદરા શહેરની કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે એક કોરોના વોરિયર તબીબ સહિત વધુ 4 દર્દીના મોત થયા છે. વાઘોડિયા રોડ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા 46 વર્ષીય ફિઝિશિયન તબીબનું ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer