વસઈની વૃદ્ધા સાથે રૂા. 57 લાખની અૉનલાઈન ઠગાઈ

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : પાલઘર જિલ્લાના વસઈની 69 વર્ષની વૃદ્ધા સાથે બે અૉનલાઈન ઠગોએ 57.36 લાખ રૂપિયાની છેતરાપિંડી થઈ હતી. આમાંના એક ઈસમે એવો દાવો કર્યો હતો કે હું ઈંગ્લૅન્ડનો પાઈલોટ છું. ગુનો વસઈ પોલીસ સ્ટશને નોંધાયો છે. વૃદ્ધાએ ફરિયાદમાં લખાવ્યું છે કે ગયા મહિને લીયો જોવા નામના માણસે મારી સાથે ફ્રેન્ડશિપ કરી હતી.તેણે દાવો કર્યો હતો કે હું સ્કોટલૅન્ડનો વતની છું અને બ્રીટીશ એરલાઈનમાં પાઈલોટ તરીકે કામ કરું છું. તેણે થોડી ચાટિંગ કર્યા બાદ વૃદ્ધાને કહ્યું હતું કે મારે તેના નામ પર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં જમીન ખરીદવી છે અને આ માટે હું નાણા મોકલાવીશ. ત્યાર બાદ જોશીલા નામ જણાવનાર મહિલાએ વૃદ્ધાને કહ્યું હતું કે કુરિયર હવાઈમથકે આવી ગયો છે , પરંતુ નાણા વધારે હોવાથી વૃદ્ધાએ સરકારી વેરો ભરવો પડશે. ત્યાર બાદ કોલરે વૃદ્ધાને બૅન્કના વિવિધ ખાતામાં નાણા જમા કરવાનું કહ્યું હતું. વૃદ્ધાએ કુલ 57.36 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ અચાનક વૃદ્ધા બેલડીનો સંપર્ક કરવામાં જ વિફળ ગઈ હતી. આથી વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer