એચપીસીએલનું પેટ્રોલ ચોરતી ગૅંગ પકડાઈ

મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : મુંબઈ પોલીસે ગુરવારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ (એચપીસીએલ)ની પાઈપલાઈનમાંથી પેટ્રોલ ચોરતી છ સભ્યની ટોળીને પકડી છે. આ ગૅંગ ગવાન પાડા વિસ્તારમાં પાઈપમાં કાણુ પાડીને પેટ્રોલની ચોરી કરતી હતી. ધરપકડ કરાયેલા આરોપીના નામ સમશેર ખાન (28), ઈશ્વર મોરે (55), સલીમ પ્યારેલાલ શરીફ (44), રિયાઝ અહમદ મુલ્લા (55), કિશોર વિશ્વનાથ શિરસોદે (36) અને ઈરફાન ઉર્ફે રાજુ છે. મુલ્લા આ કૌભાંડનો સૂત્રધાર છે. આરસીએફના સિનિયર ઇન્સ્પેક્ટર સોપાન નિગોટે કહ્યું હતું કે અમે પહેલાં શિરસોદે અને રાજુની ધરપકડ કરી હતી. આરોપીઓએ પોલીસને કહ્યું હતું કે અમે છેલ્લા એક મહિનાથી પાઈપલાઈનમાંથી ચોરી કરતા હતા અને એકદમ સસ્તા ભાવે તેને વેચી નાખતા હતા.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer