દેશનું નામ ઇન્ડિયામાંથી ભારત કરવા વડા પ્રધાન મોદીને કૈટનો આગ્રહ

મુંબઈ, તા. 9 : કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટે) એ આજે ભારતીય ચીજો - અમારું ગૌરવ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત રાખવાની વિનંતી કરી છે. કૈટે કહ્યું છે કે ભારતનું નામ દેશની ઉચ્ચ પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવને પ્રતાબિંબિત કરે છે અને રાષ્ટ્રવાદની ભાવનાને મજબૂત બનાવે છે. વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કૈટે વડા પ્રધાનનું ધ્યાન ભારતના બંધારણના આર્ટિકલ 1 (1) તરફ દોર્યું છે,  જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે,  ભારત રાજ્યોનું સંઘ હશે, જે બંધારણ ઘડનારાઓ છે.  આ ભાવના સ્પષ્ટપણે પ્રતાબિંબિત કરે છે કે લોકોએ ભારતના નામથી દેશને જાણવો જોઈએ, તેથી જ ભારત શબ્દ ઉમેરવામાં આવ્યો. 
કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી., ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે બંધારણની આ લેખમાં ઇન્ડિયા અને ભારત બંને નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  તેથી દેશનું નામ બદલવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર નથી અને ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દનો ઉપયોગ કરી શકાય છે અને આ કામ જાહેરનામું બહાર પાડીને પણ કરી શકાય છે. 
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer