મરાઠા માટે કામ કરતી સંસ્થા `સારથિ'' બંધ નહીં થાય

સરકારે આઠ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું 
મુંબઈ, તા. 9 : મરાઠાઓ અને કુણબીઓ માટે કામ કરતી મહારાષ્ટ્રની બિનનફાકારક કંપની છત્રપતિ શાહુ મહારાજ  રિસર્ચ ટ્રાનિંગ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ  (સારથિ) બંધ નહીં કરાય અન તેને આઠ કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી હતી.પવારે પત્રત્રકારોને સંબોધતાં કહ્યુ હતું  કે હું સરકાર વતી કહું છુ કે સારથી બંધ નહીં કરાય . અમે તેને આઠ કરોડ રૂપિયાનું ફંડ આપીએ છીએ. મુખ્ય પ્રધાનને સારથિને આયોજન  પંચ હેઠળ મુકવાની વિનંતી કરાશે.  સારથીને બંધ નહીં કરાય એવા કથન સાથે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ સંસ્થાને આઠ કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી હતી. 
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer