મુંબઈ મહાપાલિકા 39 શબવાહિની ભાડે લેશે

મુંબઈ, તા. 9 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા શંકાસ્પદ અને પોઝિટિવ કોવિડ-19 પેશન્ટના મૃતદેહ લઈ જવા 39 શબવાહિની ભાડાપટ્ટે લેશે. તાજેતરામાં પાલિકાએ શબવાહિની ભાડે લેવા માટે ચાર કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. 
આમાંથી પાલિકાના દરેક વૉર્ડમાં એક એક શબવાહિની રાખવામાં આવશે. જ્યારે બાકીની 15 શબવાહિની પાલિકાની તળ મુંબઈ અને પરામાંની હૉસ્પિટલ ખાતે રખાશે.
અધિકારીના જણાવ્યા મુજબ આગામી બે મહિનામાં શબવાહિની આવે એવી શક્યતા છે. 
અગાઉ, શબવાહિનીની અછતને કારણે મૃતકના પરિવારજનોએ એમ્બ્યુલંસ ભાડે કરવાની ફરજ પડતી હતી.

Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer