ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રકલ્પ હાથ ધરવા બિલ્ડરોને મદદ કરવા સ્થપાશે ખાસ ભંડોળ

ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રકલ્પ હાથ ધરવા બિલ્ડરોને મદદ કરવા સ્થપાશે ખાસ ભંડોળ
રાજ્ય સરકાર રૂા. 700થી 1000 કરોડ ફાળવશે
મુંબઈ, તા. 9 (પીટીઆઈ): મુંબઈમાં ઝુંપડપટ્ટી પુન:વસનના પ્રકલ્પો હાથ ધરવા માટે ડેવલપરોને નાણાંકીય સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે મહારાષ્ટ્ર સરકારે `સ્પેશિયલ સ્ટ્રેસ ફંડ' સ્થાપવાનો નિર્ણય લીધો છે. તેના માટે રાજ્ય સરકાર 700થી 1000 કરોડ રૂપિયા ફાળવશે.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાના દરદીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા 87,000નો આંક વટાવી ગઈ છે અને 5000 જણાનાં મરણ નીપજ્યા છે. તે સમયે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્રના ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું છે કે કોરોનાના ઉપદ્રવને પગલે મુંબઈને ઝુપડપટ્ટી મુક્ત કરવાનું આવશ્યક બની ગયું છે.
કોરોનાના રોગચાળાને લીધે બિમાર ગૃહનિર્માણ ઉદ્યોગ ઉપર મઠી અસર પડી છે. તેથી ડેવલપરોને ઝુંપડપટ્ટી પુન:વસનના પ્રકલ્પ હાથ ધરવા માટે નાણાંકીય સહાય અપાવી જરૂરી છે. અમે ઝુપડપટ્ટી પુન:વર્સન પ્રાધીકરણ હેઠળ સ્ટ્રેટ ફંડ શરૂ કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ હેતુસર સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા અને અન્ય બૅન્કો સાથે વાતચિત ચાલુ છે આ નાણા ભંડાળ ઉપર બૅન્કો દેખરેખ રાખશે અને તેનું વિતરણ પણ કરશે.
આ બાબતે મેં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાતચિત કરી છે. એમ આવ્હાડે ઉમેર્યુ હતુ.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer