પ્રતિબંધાત્મક આદેશના ભંગના 1.56 લાખ કેસોમાં 29,793ની ધરપકડ

પ્રતિબંધાત્મક આદેશના ભંગના 1.56 લાખ કેસોમાં 29,793ની ધરપકડ
લૉકડાઉનમાં પોલીસો ઉપર 300 હુમલા અંગે 863ની ધરપકડ
મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં કોરોનાના ઉપદ્રવને પગલે લાગુ પાડવામાં આવેલા લૉકડાઉનના અમલ માટે ફરજ બજાવી રહેલા પોલીસો ઉપર હુમલા કરવાના 300 કરતાં પણ વધારે બનાવો નોંધાયા હતા.
આ બનાવોમાં 86 પોલીસોને ઈજા પહોંચી હતી. અત્યાર સુધીમાં પોલીસ ઉપર હુમલાના 300 બનાવો અંગે અને પ્રતિબંધાત્મક આદેશના ભંગ બદલ 863 જણાંની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં ઉસ્માનાબાદ જિલ્લામાં પરાંડા તાલુકામાં અમ્બી ગામમાં કેટલાંક લોકોએ આસીસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટરને ધકકે ચઢાવતા તેને ઈજા પહોંચી હતી.
મહારાષ્ટ્રમાં લૉકડાઉન પછી પ્રતિબંધાત્મક આદેશોના ઉલ્લંઘન બદલ 1,56,299 કેસો નોંધાવવામાં આવ્યા છે. તે અંગે અત્યાર સુધીમાં 29,793 જણાંની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત સમાજ વિરોધી પરિબળો દ્વારા કરવામા આવેલા હુમલામાં 54 આરોગ્યકર્મીઓ ઘવાયા હતા. મુંબઈમાં 44 સહિત મહારાષ્ટ્રમાં 72 પોલીસો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer