મુંબઈમાં કોરોનાના 1282 નવા દર્દી : 68નાં મૃત્યુ

મુંબઈમાં કોરોનાના 1282 નવા દર્દી : 68નાં મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 શહેરમાં આજે કોરોનાના 1282 નવા દર્દી મળ્યા હતા. આજે 68 મરણ નોંધાયા હંતા. કુલ દર્દીની સંખ્યા 88,795 થઈ હતી. મૃતકોમાં  27દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 43 જણની વય 60ની ઉપર હતી. 22 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. ત્રણ મૃતકોની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 37 પુરુષ અને 31 દર્દી મહિલા હતા. મુંબઈમાં મરણાંક 5129નો થયો છે.  513 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. કુલ 59,751 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 67 ટકા થયો છે. બીજી જુલાઈથી આઠ જુલાઈનો  વૃદ્ધિદર 1.49 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 47 દિવસનો છે. મુંબઈમાં 23,915 સક્રિય દર્દી છે.  મુંબઈમાં 3,74,142 ટેસ્ટ કરાઈ છે.  
 દેશમાં કોરોનાના દર્દીમાં મોખરાનું સ્થાન ધરાવનાર મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના થંભવાનું નામ જ લેતો નથી.આ રોગ મુંબઈ સિવાયના બીજા ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં ફરી પાંચ હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં 6875 નવા દર્દી મળતાં કુલ દર્દીની સંખ્યા 2,30,599 થઈ હતી. આ. આ આંકડો પણ ચિંતાજનક છે.   
રાજ્યમાં કોરોનાના 5000થી વધારે પેશન્ટ મળવાનો સિલસિલો ચાલુ છે. આજે 6875 નવા દર્દી મળ્યા હતા સતત કેટલાંયે દિવસથી  5,000થી વધારે દર્દી મળ્યા હતા. આજે રાજ્યમાં કોરોનાને લીધે 219 દર્દીના મૃત્યુ નોંધાયા હતા.  મરણાંક 9667 થયો છે. રાજ્યમાં મૃત્યુંદર 4.19 ટકા થયો છે. રાજ્યમાં 93,652 સક્રિય દર્દી છે. આજે સારા સમાચાર એ છે કે 4067 દર્દીને રજા અપાઈ હતી.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer