વિરાર-દહાણુ વચ્ચે વધુ બે લાઇન નાખવા માટે રૂા. 3578 કરોડની ફાળવણી

વિરાર-દહાણુ વચ્ચે વધુ બે લાઇન નાખવા માટે રૂા. 3578 કરોડની ફાળવણી
એમયુટીપી-ત્રણના પ્રકલ્પો માટે રૂા. 10,947 કરોડ મંજૂર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવની હાજરીમાં આજે મુંબઈ રેલવેવિકાસ કૉર્પોરેશન, રાજ્ય સરકાર, એમ.એમ.આર.ડી.એ અને `સિડકો' વચ્ચે કરાર થતાં મુંબઈ પરિસરમાં વાહન વ્યવહારની સુવિધા બહેતર બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
તેમાં વિરાર-દહાણુ વચ્ચે 63 કિ.મી. લાંબી વધુ બે લાઇન નાંખવા 3578 કરોડ, ટ્રેના નવી રેક ખરીદવા 3491 કરોડ, પનવેલ-કર્જત વચ્ચે 28 કિ.મી. નવી રેલલાઇન નાંખવા 2783 કરોડ, ઐરોલી-કળવા વચ્ચે 3.5 કિ.મી. એલિવેટેડ રેલવે લાઇન બાંધવા 476 કરોડ, તેમજ મધ્ય અને પશ્ચિમ રેલવેના મધ્ય ભાગમાં ટ્રેસપાસ કંટ્રોલ માટે 551 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુંબઈ અને તેની આસપાસના નગરોમાં રેલવે સેવા સુધારવાના એમ.યુ.ટી.પી.-ત્રણ માટે 10,947 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય રેલવેએ લીધો છે. આ હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારે નગરવિકાસ ખાતાના પ્રધાન એકનાથ શીંદે, વધારાના મુખ્ય સચિવ પ્રવીણ પરદેશી, એમ.એમ.આર.ડી.એ.ના આયુક્ત આર. રાજીવ અને એમઆરવીસીના ફાયનાન્સ ડિરેક્ટર અજિત શર્મા હાજર રહ્યા હતા.
Published on: Fri, 10 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer