ટોમ મૂડીની વર્લ્ડ ટી-20 ઇલેવનના કૅપ્ટનપદે રોહિત શર્મા

ટોમ મૂડીની વર્લ્ડ ટી-20 ઇલેવનના કૅપ્ટનપદે રોહિત શર્મા
નવી દિલ્હી, તા. 12 : પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને આઇપીએલની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડિએ તેની વર્લ્ડ ટી-20 ટીમ પસંદ કરી છે. જેમાં તેણે ભારતના ત્રણ  ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને સ્થાન આપ્યા છે. જેમાં ખાસ વાત એ છે કે મૂડિએ કેપ્ટનપદે કોહલી નહીં રોહિતની પસંદગી કરી છે. રોહિતને કેપ્ટન તરીકે પસંદ કરવા માટે તેમણે આઇપીએલના તેના રેકોર્ડનું કારણ આપ્યું છે. રવીન્દ્ર જાડેજાને 12 ખેલાડી તરીકે રાખ્યો છે.
મૂડિની ટી-20 વર્લ્ડ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, એબી ડિ'વિલિયર્સ, નિકોલસ પૂરન, આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, રાશિદ ખાન, જસપ્રિત બુમરાહ, જોફ્રા આર્ચર અને રવીન્દ્ર જાડેજા (12મો ખેલાડી).

Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer