બીએસઇ સ્ટાર મ્યુ. ફંડ દ્વારા સામા પ્રવાહે તરણ

મુંબઈ તા.12: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર બીએસઇ સ્ટાર એમએકએ જૂન મહિનાના સામાં પ્રવાહે તરણ કર્યું હતું. ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે ઉદ્યોગની બાકીની એસેટ મેનેજમેન્ટ કંપનીઓનું નેટ ઈક્વિટી કલેક્શન નેગેટિવ હતું ત્યારે  બીએસઇ સ્ટાર એમએફ પર ચોખ્ખું ઈક્વિટી રોકાણ આવ્યું હતું.  
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના કુલ રૂ.1,882 કરોડના ચોખ્ખા ઈક્વિટી રોકાણ પ્રવાહમાં હિસ્સો રૂ.214 કરોડનો રહ્યો છે.  
જૂન મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના રૂ.7,266 કરોડમાં સ્ટાર એમએફનો હિસ્સો રૂ.5,223 કરોડ રહ્યો છે, જે 72 ટકાનો હિસ્સો દર્શાવે છે.  
બીએસઇ સ્ટાર એમએફએ  જૂન મહિનામાં રૂ.22,667 કરોડના 63.15 લાખ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યા હતા.
મે મહિનામાં આ પ્લેટફોર્મે ઉદ્યોગના 66 ટકા ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કર્યા હતા. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer