કોરોનાના સમયમાં ભારતના વિવિધ ક્ષેત્રે વિકાસના દ્વાર ખુલ્યા

કોરોનાના સમયમાં ભારતના વિવિધ ક્ષેત્રે વિકાસના દ્વાર ખુલ્યા
આઇએમસીની વાર્ષિક સભામાં હિન્દુ. યુનિલીવરના ચૅરમૅન સંજીવ મહેતાનું સંબોધન
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 :  વર્ષ 2000ના આરંભે વિશ્વમાં સર્જાયેલી વાયટુકે કટોકટી સમયે ભારતના આઈટી ક્ષેત્રે તેજી જોવા મળી હતી, તેવી રીતે કોવિડ-19ની સ્થિતિમાં પણ ભારતના કૃષિ, આઈટી, મેન્યુફેક્ચારિંગ અને ટેકનોલોજી જેવાં ક્ષેત્રોમાં વિવિધ તકો ઉદભવી છે, એમ આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સની 112મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં હિંદુસ્તાન યુનિલીવરના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર સંજીવ મહેતાએ કહ્યું હતું. 
મહેતાએ કહ્યું  કે કોવિડ મહામારીને નિયંત્રણમાં લેવા સરકારે અત્યંત યોગ્ય  પગલાં લીધાં છે. અત્યારના સંયોગોમાં ભારત માટે ભાવી વિકાસનો માર્ગ વિસ્તૃત  ગ્લોબલાઈઝેશનનો હશે, એમ કહેતા મહેતાએ ઉમેર્યું કે દેશે વધુ પ્રમાણમાં વિદેશી રોકાણ લાવીને અને વધુ રોજગાર સર્જન કરીને આત્મનિર્ભર બનવું પડશે. 
આઈએમસીના પ્રેસિડન્ટ આશિષ વૈદે તેમના વિદાય પ્રવચનમાં મહામારીના આવા કપરા સમયે પણ આઈએમસીની ટીમે ચેમ્બરની પ્રવૃત્તિઓ વિના અવરોધે ચાલુ રાખી હતી. 
વર્ષ 2020-21 માટે પોદાર એન્ટરપ્રાઈસીઝના મેનાજિંગ ડિરેક્ટર રાજીવ કે પોદારે આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રેસિડેન્ટ તરીકે પદભાર સંભાળ્યો છે, વાઈસ પ્રેસિડેન્ટ પદે બાયોસ્ટાડ્ટ ઈન્ડિયાના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર જુઝાર ખોરાકીવાલા કાર્યભાર સંભાળશે. 
રાજીવ પોદાર શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રમતગમત, રોકાણ, હાઉસિંગ અને એડવાઈઝરી સર્વિસીઝ ક્ષેત્રે સૈકા-જૂની કંપની પોદાર એન્ટરપ્રાઈસીઝના મેનેજીંગ ડિરેક્ટર છે. તેઓ ભારતમાં તેમજ વિદેશમાં વિવિધ સામાજિક સંસ્થાઓમાં મેનાજિંગ ટ્રસ્ટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સલાહકાર તરીકે ફરજ પણ બજાવી રહ્યા છે. 
જુઝાર ખોરાકીવાલા, બાયોસ્ટાડ્ટ ઈન્ડિયાના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર છે. તેમની કંપની પેસ્ટીસાઈડ્સ, હર્બિસાઈડ્સ, ફૂગનાશકો, હાઈબ્રિડ બિયારણ, એક્વા પ્રોડક્ટ્સ અને ખેતીને સંલગ્ન સેવાઓ સાથે સંકળાયેલી છે.  
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer