કોરોનાની દવાના બ્લેક માર્કાટિંગને રોકવા માટે સરકાર સક્રિય

મુંબઇ, તા. 12: કોરોનાની દવાઓની તીવ્ર અછત અને બજારમાં કાળા બજારની વ્યાપક ફરિયાદો બાદ મહારાષ્ટ્ર સરકારે શનિવારે ટાસિલીઝુમાબની 20,000 શીશીઓ, રેમેડેસિવિરની 60,000 શીશીઓ અને 6,80,000 ફેવીપીરાવીર ગોળીઓ માટે ટેન્ડર બહાર પાડ્યા છે.  આ દવાઓની તીવ્ર તંગીના અહેવાલો વચ્ચે બજારમાં કાળા બજાર અને ડ્રગ સ્ટોર્સ અને સ્ટોકિસ્ટ્સને ત્યાં લોકોની લાંબી કતારો લાગી હતી.  
શહેરના ટોચના ડૉકટરો અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમ જ કોરોના ટાસ્ક ફોર્સના સભ્યો, પાલિકા સંચાલિત હોસ્પિટલોના વડાઓ, મેડિકલ એજ્યુકેશન અને સંશોધન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને રાજ્ય આરોગ્ય સચિવોની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી.  લગભગ તમામ ટોચની ખાનગી હૉસ્પિટલોનું પ્રતિનિધિત્વ કરનારા ડોક્ટરોએ ફરિયાદ કરી હતી કે તેમના દરદીઓ મૃત્યુ પામે છે કારણ કે તેમના પરિવારના સભ્યો સૂચિત દવાઓ માટે ભટકતા રહે છે,  જે ફક્ત કાળા બજારમાં પ્રીમિયમ પર ઉપલબ્ધ છે જે બજાર કિંમત કરતા દસ ગણી કિંમતે ગેરકાયદે વેચાય છે.   ટેન્ડરો મંગળવાર સુધીમાં ભરવા જ જોઇએ અને એકવાર રાજ્ય સરકાર આ દવાઓ લેશે, તો તે પાલિકા અને ખાનગી બંને હોસ્પિટલોને એક જ કિંમતે પૂરી પાડવામાં આવશે.  ડીએમઇઆરના વડા ડો ટી પી લહાણેએ શનિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 20,000 શીશીઓ ટોસિલીઝુમાબ, 60,000 રેમેડેસિવિરની શીશી, અને 6,80,000 ફેવીપીરાવીર ટેબ્લેટ્સ ખરીદવા માંગે છે.  
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer