લૉકડાઉનથી આર્થિક ભીડમાં આવેલા વકીલો અન્ય વ્યવસાય તરફ નજર દોડાવી રહ્યા છે

મુંબઈ, 12:  કોરોના અને લૉકડાઉન વચ્ચે સામાજિક અંતરનાં ધોરણોએ તમામ ઉદ્યોગ અને વ્યવસાયને અસર કરી છે,  વકીલો પણ તેમાં અપવાદ નથી.  લૉકડાઉન બાદ અદાલતોમાં અત્યંત તાકીદના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવતી હોવાથી ઘણા વકીલો પાસે કોઇ કામ જ નથી બચ્યું. બાર કાઉન્સિલે પણ વકીલો ફરીથી પ્રેક્ટિસ શરૂ કરશે ત્યારે આશરે 25,000 રૂપિયાની પ્રવેશ ફી ન લેવાનો નિર્ણય કર્યો છે.  વકીલોની મુશ્કેલી સરળ બનાવવા માટે, બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર અને ગોવા (બીસીએમજી) એ નક્કી કર્યું છે કે જો વકીલો આ સમયગાળામાં અન્ય કોઇ વ્યવસાય માટે તેમની સનદ (પ્રેક્ટિસનું લાઇસન્સ) આત્મસમર્પણ કરવા માગતા હોય તો સામાન્ય રીડમિશન ફી વસૂલવામાં નહીં આવે. 
બીસીએમજીમાં  1,86,000 વકીલો નોંધાયેલા છે, અને રવિવારે બેઠકમાં એક ઠરાવ પસાર કર્યો હતો ત્યારબાદ વકીલો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે, રોગચાળા દરમિયાન અદાલતો ભાગ્યે જ કામ કરતી હોવાથી, વકીલોને પોતાનું ગુજરાન ચલાવવા માટે અન્ય વ્યવસાયો અને પ્રવૃત્તિઓ કરવાની છૂટ હોવી જોઈએ. 
માટિંગમાં, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે એડવોકેટ્સ એક્ટ 1961 હેઠળ, એક વખત વકીલ ઓલ ઈન્ડિયા બારની પરીક્ષા પાસ કરે અને બાર કાઉન્સિલમાં નોંધણી સાથે અભ્યાસ કરવા માટે 'સનદ' અથવા લાઇસન્સ મેળવે, તો તેઓને અન્ય કોઇ વ્યવસાયમાં સામેલ થવા પર પ્રતિબંધિત છે. બીસીએમજીના અધ્યક્ષ એડ્વોકેટ સુભાષ ઘાટગેએ જણાવ્યું હતું કે, કોઈ અન્ય પ્રકારનો વ્યવસાય કરવા જે વકીલો તેમના સનદ આપવા માંગે છે તેમની પાસેથી આશરે રૂ. 25,000 ની ફરીથી પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer