મુંબઈમાં સોમ અને મંગળવારે ભારે વરસાદની આગાહી

મુંબઈમાં સોમ અને મંગળવારે ભારે વરસાદની આગાહી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : મુંબઈમાં આવતીકાલે અને મંગળવારે ભારે વરસાદ પડશે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. ભારતના હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓમાં13મી અને 14મી જુલાઈએ `ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યો છે. અર્થાત્ આ બે દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત બુધવારે પણ છૂટાછવાયા સ્થળોએ ભારે અથવા અતિભારે ઝાપટાં પડી શકે છે.
મુંબઈમાં આજે રાત્રે સાડા આઠ વાગે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં 18.8 મિ.મી. અને સાંતાક્રુઝમાં 52.0 મિ.મી. વરસાદ નોંધાયો હતો. આજે સવારે 8-30 વાગ્યાના આંકડા અનુસાર મોસમનો કુલ વરસાદ કોલાબામાં 1040.4 મિ.મી. અને સાંતાક્રુઝમાં 1033.40 મિ.મી. નોંધાયો છે. જે સરેરાશ કરતાં અનુક્રમે 184.8 મિ.મી. અને 195.5 મિ.મી. વધારે છે.
અહીં ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં વરસાદની ખાધ હતી, પરંતુ જુલાઈથી ચોમાસાએ જોર પકડયું છે.

Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer