મંડપ બાંધવાની પરવાનગી મળતા ગણેશમૂર્તિ બનાવનારાઓએ રાહત અનુભવી

મંડપ બાંધવાની પરવાનગી મળતા ગણેશમૂર્તિ બનાવનારાઓએ રાહત અનુભવી
મુંબઈ, તા 12 : શહેરમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી મૂર્તિકારોને મંડપ બાંધવાની પરવાનગી ન આપવાનો આદેશ ગયા મહિને તમામ વૉર્ડના આસિસ્ટન્ટ કમિશનરને આપવામાં આવ્યો હતો. આને કારણે ઉત્સવનો સમય નજીક આવવા છતાં કામની શરૂઆત થઈ શકતી ન હોવાથી મૂર્તિકારોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું. જોકે મૂર્તિકાર યુનિયનને આપેલી લડત બાદ મંડપ બાંધવાની પરવાનગી મેળવવામાં મૂર્તિકારોને સફળતા મળી છે. આ વખતે પાલિકાએ પરવાનગી આપતી વખતે કેટલાક નિયમો બંધનકારક બનાવ્યા હોવાથી મૂર્તિકારોએ ખાસ આયોજન કરવું પડશે. આ વરસે પહેલીવાર મૂર્તિકલાના ધંધામાં આવેલા મૂર્તિકારોએ શાડુ માટીની મૂર્તિની વધેલી માગ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. આ વરસે સમય ઓછો હોવાની સાથે ડિમાન્ડ વધુ હોવાથી નવા મૂર્તિકારોને પણ અૉર્ડર વધુ મળશે એવી અપેક્ષા સાથે તેમણે કામ શરૂ કર્યું છે. આ વરસે પરપ્રાંતિય મજૂરોની અછત હોવાથી અનેક મૂર્તિકારોએ ભેગા મળી કામ કરવાનો નિર્ણય લીધો છે.
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer