ટીવી કલાકારો ઉજવશે વર્ચ્યુઅલ રક્ષાબંધન

ટીવી કલાકારો ઉજવશે વર્ચ્યુઅલ રક્ષાબંધન
ભાઈ-બહેનના સંબંધની અનોખી ઉજવણી કરતું પર્વ રક્ષાબંધન આ વર્ષે લૉકડાઉન અને કોરોના મહામારીને લીધે વર્ચ્યુઅલી જ ઉજવવામાં આવશે. ભાઈથી દૂર બીજા સઙેરમાં રહેલી બહેનો રક્ષા બાંધવા જઈ નહીં શકે પરંતુ આધુનિક ટેકનોલોજીની મદદથી ભાઈને મળશે. એન્ડ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલોની અભિનેત્રીઓ સારિકા બહરોલિયા, કામના પાઠક, ગ્રેસી સિંહ અને શુંભાંગી અત્રેએ જણાવ્યુંર હતું કે રક્ષાબંધન પર તેમને પોતાના ભાઈની ખોટ સાલશે. 
સિરિયલ હપ્પુ કી ઉલ્ટન પલ્ટનમાં દબંગ રાજેશનું પાત્ર ભજવનાર કામના પાઠકે કહ્યું હતું કે, મારો ભાઈ મારા કરતાં નાનો છે પરંતુ મોટાભાઈની જેમ વર્તન કરે છે. તે મારા જીવનમાં શાંતિ લાવ્યો છે. અમારા માટે આ લૉકડાઉન કસોટીકારક સાબિત થયું છે કેમ કે હું તે સમયે મારા પરિવાર સાથએ ઈન્દોરમાં હતી તો તે નાટકના કામસર ચંડીગઢમાં અટવાઈ ગયો હતો. હવે શાટિંગ શરૂ થતાં હું મુંબઈ પહોંચી અને તે પાછો ઈન્દોર પહોંચ્યો છે. મેં તેના માટે રાખડી મોકલી છે અને મમ્મીને કહ્યું છે કે દર વર્ષની જેમ ખીર બનાવે. જયારે ભાઈએ મારા માટે ગિફટ મોકલી છે ને રક્ષાબંધને જ પાકિંગ ખોલવા કહ્યું છે. 
ગુડિયા હમારી સબ પર ભારીની સારિકા બહરોલિયાએ જણાવ્યું કે, આ રક્ષાબંધન મારા માટે સારી તથા ખરાબ બંને લાગણીઓ લઈને આવી છે. મને સિરિયલના સેટ પર મનમોહનભૈયા મળ્યા છે પરંતુ હું મારા બંને ભાઈએ પાસે ગ્વાલિયર નહીં જઈ શકું. આ દિવસે મમ્મી અમારા માટે ખાસ હલવો બનાવે છે. પરંતુ મારા માટે તે ખાવો શકય નહીં હોય. હું વર્ચ્યુઅલી રક્ષાબંધન ઉજવીશ અને અહીં જ તે સ્પેશિયલ હલવો બનાવીશ. 
સંતોષીમાતાની ભૂમિકા ભજવનાર ગ્રેસી સિંહ પણ દિલ્હીમાં આવેલા પોતાના ઘરે નહીં જઈ શકે. આથઈ તેણે પહેલેથી જ રાખડી કુરિયર કરી દીધી છે.
 તેણે કહ્યું હતું કે, હું અને મારો ભાઈ એકમેકની અત્યંત નીકટ છીએ. નાનપણમાં અમે બહું ધમાલમસ્તી કરતા હતા. કયારેક એમ થાય કે પાછઆ નાના બની જઈએ તો કેવું સારું. 
જયારે અંગુરીભાભી ઉર્ફ શુભાંગી અત્રે ભાઈ ન હોવાથી બે બહેનો સાથે રક્ષાબંધન ઉજવે છે. આ ત્રણે બહેનો પિતાના કાંડે રાખડી બાંધી તેમની સુરક્ષાની પ્રાર્થના કરે છે. ઉપરાતં ત્રણે એકબીજીને પણ રાખડી બાંધે છે. શુભાંગીએ જણાવ્યું હતું કે, મેં રાખડી કુરિયર કરી છે અને હું વિડિયો કોલ દ્વારા તેમની સાથે જોડાઈશ. 
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer