રક્ષાબંધન નિમિત્તે મલાઈકા અરોરાએ બહેન અમ્રિતા સાથેનાં સંભારણાં યાદ કર્યાં

રક્ષાબંધન નિમિત્તે મલાઈકા અરોરાએ બહેન અમ્રિતા સાથેનાં સંભારણાં યાદ કર્યાં
સોની એન્ટરટેન્મેન્ટ પરથી પરસારિત થતાં શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના આગામી એપિસોડમાં રક્ષાબંધન સ્પેશિયલ પરફોર્મન્સ જોવા મળશે. આમાં આસામથી આવેલા સ્પર્ધક અદના અને કોરિયોગ્રાફર સુશાંતના પર્ફોર્મન્સને જોઈને સૌ અત્યંત ભાવુક થઈ ગયા હતા. વાસ્તવમાં અદનાનને પોતાની બે બહેનોની ખોટ સાલતી હતી અને તે બાબત તેના પરફોર્મન્સમાં જોવા મળતી હતી. પરંતુ તેને ખભર નહોતી કે તેની બહેનોએ તેનું પરફોર્મન્સ જોયું છે. જયારે તેણે સેટ પર પોતાની બહેનોને જોઈ ત્યારે તે રડી પડયો અને તે દૃશ્ય જોઈને જજ મલાઈકા અરોરાને પણ પોતાની બહેન અમ્રિતા સાથેના નાનપણના સંભારણા યાદ આવી ગયા હતા. 
મલાઈકાએ કહ્યું હતું કે, જીવનમાં ભાઈબહેન ખાસ સ્થાન ધરાવતાં હોય છે. મારી મમ્મી કામ પર જતી હોવાથી બહેન અમ્રિતાની સંભાળ હું રાખતી હતી. તેને ખવડાવવાથી લઈને સ્કુલ માટે તૈયાર કરવાનું કામ હું કરતી. તે સ્કુલમાં પણ મારી સાથએ રહેવાનો આગ્રહ રાખતી હતી. હવે તો તે મમ્મી બની ગઈ છે છતાં અમારો સંબંધ આટલો જ આત્મીય રહ્યો છે. હા,. નાના હતા તયારે અમે ઝઘડતા પણ હતી અને અબોલા પણ થતા. પરંતુ અમ્રિતા જ પોતાનીભૂલ હોય કે નહીં પણ સોરી કહીને બોલવા આવતી હતી.  મલાઈકાની આ વાતોથી સેટ પરનું વાતાવરણ એકદમ ભાવવિભોર બની ગયું હતું અને સંચાલક ભારતી પણ પોતાના ભાઈબહેનની યાદ આવતા રડી પડી હતી.   
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer