કોરોનાને લીધે શાટિંગનો નેશનલ કૅમ્પ છેલ્લી ઘડીએ સ્થગિત

કોરોનાને લીધે શાટિંગનો નેશનલ કૅમ્પ છેલ્લી ઘડીએ સ્થગિત
નવી દિલ્હી, તા.31: કોરોના મહામારીને લીધે ઓલિમ્પિકમાં ક્વોલીફાઇ થયેલા નિશાનેબાજોનો અનિવાર્ય કેમ્પ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. બે દિવસ પહેલા કર્ણીસિંહ શાટિંગ રેન્જ પર એક નિશાનેબાજ કોચનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી કેમ્પ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિશાનેબાજીનો આ રાષ્ટ્રીય કેમ્પ તા. 1 ઓગસ્ટથી શરૂ થવાનો હતો. જેમાં તમામ ટોચના અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર નિશાનેબાજોએ હાજર રહેવું ફરજિયાત હતું. કેમ્પમાં સંજીવ રાજપૂત, મનુ ભાકર, અનેશ ભાનવાલ સહિતના સ્ટાર નિશાનેબાજ ભાગ લેવાના હતા. કેટલાક નિશાનબાજ અહીં તા. 8 જુલાઇથી અભ્યાસ કરી રહ્યા છે. 
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer