ક્યુઆર કોડ રેલવે પાસ વિલંબમાં

10મી અૉગસ્ટ સુધી ઓળખપત્રને આધારે જ સ્ટેશન પર પ્રવેશ 
મુંબઈ, તા. 31 : લોકલમાં ટ્રેનમાં પ્રવાસ કરનારા અત્યાવશ્યક સેવાના કર્મચારીઓની ઓળખની સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 'ક્યુઆર કોડ' આધારિત પાસ વિતરિત કરવામાં આવશે. પરંતુ અત્યાવશ્યક કર્મચારીઓની માહિતી એકત્ર કરવામાં થતા વિલંબને લીધે 'ક્યુઆર કોડ' ધરાવતા પાસ અનિવાર્ય કરવા માટે હજી દસ દિવસની મુદત રેલવે પ્રશાસને માગી છે. હવે 10મી ઓગસ્ટ પછી 'ક્યુઆર કોડ' પાસ અનિવાર્ય થશે. 
મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવેના અત્યાવશ્યક પ્રવાસીઓને આ પાસ આપવામાં આવશે. રેલવે અને રાજ્ય સરકારની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ આ પ્રવાસીઓનું પ્રવાસ શરુ કરવાનું સ્થળ, ઓફિસનો સમય અને અન્ય માહિતી એકત્ર કરવાનું કામ રાજ્ય સરકારે શરુ કયું છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer