આરટીઆઈ અપીલ માટે લોકોને વીડિયો લિન્ક સુવિધા આપો

મુંબઈ, તા. 31  (પીટીઆઈ) : બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે મુંબઈ પાલિકાને આદેશ આપ્યો કે તેની જે કચેરીઓ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પહેલી અપીલ સાંભળતા હોય ત્યાં વીડિયો કૉન્ફરન્સની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી લોકોને કોરોના મહામારી વચ્ચે તેમની મેટર અંગે દલીલ કરવા ભૌતિક રીતે હાજર ન રહેવું પડે. આ માટે પાલિકાએ યોજના ઘડી કાઢવી જોઈએ. ઍડવોકેટ મયુર ફરિયાએ વિનંતી કરી હતી કે પાલિકાએ આ અપીલ વર્ચ્યુઅલ (આભાસી) રીતે સાંભળવી જોઈએ.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer