મેઘરાજાએ પોરો ખાધો

મુંબઈ, તા. 31 : આજે મુંબઈમાં અને પરાંમાં મેઘરાજાએ વિશ્રાંતિ લીધી હતી. આવતી કાલે વાદળિયા હવામાન અને હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં કોલાબામાં 45.0 મિ.મી. અને સાંતાક્રુઝમાં 8.5 મિ.મી. વરસાદ પડયો હતો. 
આજે સવારે 8.30 વાગ્યેથી રાતના 8.30 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં કોલાબામાં 0.2 અને સાંતાક્રુઝમાં 0.1 મિ.મી. વરસાદ પડયો હતો. કોલાબામાં કુલ 1753.8 અને સાંતાક્રુઝમાં 1897.6 મિ.મી. વરસાદ નોંધાયો છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer