સુશાંતના ફ્રેન્ડનો આક્ષેપ

મુંબઈ, તા 31 : સુશાંત સિંહ રાજપુતના રૂમમેટ સિદ્ધાર્થ પીઠાનીએ અભિનેતાના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. મુંબઈ પોલીસને મોકલેલા ઇ-મેલમાં સિદ્ધાર્થે આક્ષેપ કર્યો છે કે એના પર રિયા ચક્રવર્તી વિરૂદ્ધ જુબાની આપવા માટે સુશાંતના પરિવાર દ્વારા દબાણ થઈ રહ્યું છે. એણે દાવો કર્યો હતો કે આ મામલે એને કોઈ જાણકારી નથી. સુશાંતે આત્મહત્યા કરી ત્યારે સિદ્ધાર્થ એની સાથે જ રહેતો હતો. બાન્દરા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે રાજપુતના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીએ 28 જુલાઈએ બાન્દ્રા પોલીસના અધિકૃત ઇ-મેલ પર આ લેટર મોકલ્યો હતો.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer