નવમ અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશન

`અૉનલાઇન'ના માધ્યમથી યોજાશે
મુંબઈ, તા. 31 : કેન્દ્રમાં બીજીવાર મોદી સરકારની સ્થાપના પછી કાશ્મીરી હિંદુઓના પુનર્વસનની દૃષ્ટિએ ધારા 370 રદ કરવી, નાગરિકત્વ સુધારા કાયદો (સીએએ), સર્વોચ્ચ ન્યાયાલયે રામમંદિરના પક્ષમાં આપેલો ઐતિહાસિક નિર્ણય, તેમ જ 5 અૉગસ્ટ 2020ના દિવસે નિયોજિત રામમંદિરનું ભૂમિપૂજન આ સર્વ સકારાત્મક બાબતો બની રહી છે. તેમાંનો નાગરિકત્વ સુધારણા કાયદો એ `અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશન'ની ફળશ્રૃતિ છે. 
વર્ષ 2014ના `િહંદુ રાષ્ટ્ર અધિવેશન'માં આ રીતનો ઠરાવ સંમત કરવામાં આવ્યો હતો. `સેક્યુલર' પક્ષની સત્તા ધરાવનારા રાજ્યોમાં `સીએએ' કાયદો લાગુ ન કરવાનો નિર્ણય લેવો અને હિંદુ બહુમતી ધરાવનારા ભારતમાં પીડિત હિંદુઓને ન્યાય મળી ન શકવો, આ માનવતાનો તેમ જ લોકશાહીનો પરાભવ છે. વર્ષ 2011ની જનગણના અનુસાર `2061 માં ભારતમાં હિંદુઓ અલ્પસંખ્ય થશે', એવી સ્થિતિ છે. આ સર્વ પાર્શ્વભૂમિ પર હિંદુઓને તેમના ન્યાય હક મળવા માટે ભારતને હિંદુ રાષ્ટ્ર' ઘોષિત કરવું, આ પ્રમુખ માગ માટે `નવમ અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશન'નું આયોજન કરવામાં આવ્યું છે, એવી જાણકારી હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય માર્ગદર્શક સદ્ગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેજીએ આપી. 
`નવમ અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશન'ની જાણકારી આપવા માટે આયોજિત અૉનલાઈન પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. 
સદ્ગુરુ (ડૉ.) પિંગળેજીએ ઉમેર્યું, ``આ અધિવેશન 30 જુલાઈથી 2 અૉગસ્ટ અને 6થી 9 અૉગસ્ટ 2020ના સમયગાળામાં સાંજે 6.30થી 8.30 આ સમયમાં `અૉનલાઇન' પદ્ધતિથી લેવામાં આવશે. નવમ અખિલ ભારતીય હિંદુ રાષ્ટ્ર અધિવેશનમાં દેશ-વિદેશમાંથી વિવિધ હિંદુત્વનિષ્ઠ સંગઠનોના નેતા, કાર્યકર્તાઓ, ધારાશાસ્ત્રીઓ, વિચારવંતો, સંપાદકો, ઉદ્યોગપતિઓ ઇત્યાદિ મોટી સંખ્યામાં `અૉનલાઇન' પદ્ધતિથી સહભાગી થવાના છે.''

Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer