સિરો સર્વેક્ષણ ઓગસ્ટમાં

મુંબઈ, તા. 31 : મહાપાલિકાએ કરેલા પ્રથમ સિરો સર્વેક્ષણમાં રોગનો પ્રતિકાર કરવાની શક્તિ ગીચ વસ્તી ધરાવતા ભાગોમાં વધુ હોવાનું જોવા મળ્યું છે. 10મી ઓગસ્ટથી આ પ્રકારનું બીજા તબક્કાનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. પાલિકાના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આપેલી માહિતી મુજબ પ્રથમ તબક્કાનું સર્વેક્ષણ જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું હતું. એમાં સમૂહમાંની પ્રતિકારશક્તિ બાબતે ચોક્કસ નિદાનની શક્યતા હજી પૂર્ણપણે સ્પષ્ટ થઈ ન હોવા છતાં શહેરના અન્ય વિસ્તારોની વસ્તીમાં એન્ટિબોડી કેટલા પ્રમાણમાં છે એનો અભ્યાસ કરવા માટે આ તપાસણી કરવામાં આવશે. માટુંગા, સાયન, ચેમ્બુર, તિલકનગર, દહિસર વિસ્તારમાં એટલે કે એફ દક્ષિણ અને એમ પશ્ચિમ એ બંને વોર્ડમાં નમૂના લેવામાં આવશે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer