ભિવંડી, પાલઘરમાં જાહેરમાં બકરા ઇદની ઉજવણી પર પ્રતિબંધ

થાણે/પાલઘર, તા. 31 (પીટીઆઈ) : ભિવંડીના નાગરિકો બકરા ઇદની ઉજવણી પોતાના ઘરે જ કરે અને જાહેર સ્થળો, ખાસ કરીને મસ્જિદોમાં એકત્ર ન થાય, જેથી કોરોના વાયરસનો ફેલાવો અટકે, એવી અપીલ સ્થાનિક પાલિકાએ કરી છે.  
ભિવંડી નિઝામપુર પાલિકાના કમિશનર ડો પંકજ આશીયાએ જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું યોગ્ય નથી. આ સંદર્ભે આદેશમાં તેમણે ઇદના અવસરે નાગરિકોને 'કુર્બાની'  પણ પ્રતીકાત્મક રીતે કરવા અપીલ કરી હતી. પાલઘર જિલ્લા કલેક્ટર ડો.કૈલાસ શિંદેએ પણ જાહેર સ્થળોએ બકરા ઇદની ઉજવણી પર પ્રતિબંધનો હુકમ કર્યો છે. 
દરમિયાન, કલ્યાણ ડોમ્બિવલી પાલિકાએ (કેડીએમસી) બકરા ઇદ માટે પશુઓની લે-વેચ માટેની બૈલ બજારને આપેલી પરવાનગી રદ કરી દીધી છે. કેડીએમસીના વડાએ આદેશમાં જણાવ્યું છે કે, નાગરિકો સામાજિક અંતરનાં ધારાધોરણો અને લોકડાઉનનું ઉલ્લંઘન કરતા જોવા મળતાં આ છૂટ રદ કરવામાં આવી હતી.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer