યસ બૅન્ક કેસ : કોર્ટે વાધવાન બંધુઓની જામીન અરજી નકારી

યસ બૅન્ક કેસ : કોર્ટે વાધવાન બંધુઓની જામીન અરજી નકારી
મુંબઈ, તા. 31 : સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે યસ બેન્ક ગોટાળા કેસમાં આરોપીઓ ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન અને એના ભાઈ ધીરજની જામીન અરજીને શુક્રવારે નકારી દીધી હતી. સીબીઆઇએ આ મામલે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) અને આરકેડબલ્યુ ડેવલપર્સના પ્રમોટર કપિલ અને ધીરજની એપ્રિલ મહિનામાં ધરપકડ કરી હતી. ગોટાળામાં યસ બેન્કના સ્થાપક રાણા કપૂર પણ આરોપી છે. સીબીઆઇની પ્રાથમિક તપાસ મુજબ એપ્રિલ અને જૂન 2018 દરમ્યાન આ ગોટાળાની શરૂઆત થઈ હતી.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer