ભાજપ સાથે જવાનો સમય વીતી ગયો : શિવસેના

ભાજપ સાથે જવાનો સમય વીતી ગયો : શિવસેના
મુંબઈ, તા. 31 : રાજ્યના હિતમાં ભાજપ અને શિવસેના એક સાથે આવી શકે છે એવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નિવેદનથી શિવસેના-ભાજપની ફરીથી યુતિના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. જો કે શિવસેનાએ આખરે ભાજપ તરફથી અપાયેલા નિવેદન સંબંધે સ્થિતિ સ્પષ્ટ કરી છે. શિવસેનાના નેતા અને રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇએ આ વિશે પ્રતિક્રિયા આપી છે. 
સુભાષ દેસાઇએ એક ટીવી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કોરોનાથી રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે લેવામાં આવતા ઔદ્યોગિક પગલાં વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે દેસાઇને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આપેલા નિવેદન વિશે પૂછાતા દેસાઇએ કહ્યું હતું કે ના. તે સમય હવે ગયો.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer