શિવસેનાએ મુખ્ય પ્રધાન પદ માટે જનમતનો દ્રોહ કર્યો : જાવડેકર

શિવસેનાએ મુખ્ય પ્રધાન પદ માટે જનમતનો દ્રોહ કર્યો : જાવડેકર
મુંબઈ, તા. 31 (પીટીઆઈ) : શિવસેનાએ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે 2019 ની વિધાનસભાની ચૂંટણી બાદ જનાદેશનો 'દ્રોહ' કર્યો હતો, એમ કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે આજે કહ્યું હતું.  શિવસેનાએ ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ નવેમ્બરમાં મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર બનાવવા કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા અને લાંબા ગાળાના ભાગીદાર મિત્ર પક્ષ ભાજપ સાથે સંબંધ તોડ્યા હતા. 
એ પહેલા ગયા વર્ષે ભાજપ અને શિવસેનાએ એક સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ, બાદમાં શિવસેનાએ જનાદેશનો દ્રોહ કર્યો અને મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે ચૂંટણીમાં હારી ગયેલા બે પક્ષો સાથે હાથ મિલાવ્યા, એમ જાવડેકરે જણાવ્યું હતું 
એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જાવડેકરે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સત્તાધારી ત્રણ પાર્ટીની સહિયારી સરકારના સહયોગી પક્ષોમાં મતભેદ છે. આંતરિક વિરોધાભાસના કારણે શિવસેનાની આગેવાની હેઠળની સરકારની સ્થિરતા અંગે શંકા છે. 
જાવડેકરે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે એકલી પડી ગઈ છે. રાહુલ ગાંધી ચાઇના જેવા મુદ્દા મુદ્દાઓ ઉભા કરે છે, જેને અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ સાથ નથી આપતી. કોંગ્રેસ કુટુંબ કેન્દ્રિત બની ગઈ છે, તેથી તેની અવનતી થઇ છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer