ફડણવીસ સરકારની વધુ એક યોજના ઠાકરે સરકારે રદ કરી

ફડણવીસ સરકારની વધુ એક યોજના ઠાકરે સરકારે રદ કરી
મુંબઈ, તા. 31 : કટોકટીના સમય દરમિયાન જેલવાસ વેઠનારાઓ માટે ભાજપ સરકારે શરૂ કરેલી સન્માન યોજના બંધ કરવાનો નિર્ણય મહારાષ્ટ્રની ઠાકરે સરકારે લીધો છે. 
યોજનાને બંધ કરવાનો નિર્ણય રાજ્યની તિજોરી પર કોરોનાના કારણે થયેલી વિપરિત અસર અને નાણાકીય સંકટને કારણે લેવામાં આવ્યો છે. આ સંદર્ભે એક સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. 
છેલ્લા ચાર મહિનાથી લૉકડાઉનને કારણે અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા અને આ પ્રતિબંધોથી રાજ્યની કરવેરાની આવક ઓછી થઈ છે અને રાજ્યના અર્થતંત્ર પર વિપરિત અસર થઈ છે.
Published on: Sat, 01 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer