વયમાં છેડછાડ પર ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ

વયમાં છેડછાડ પર ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ
ભારતીય બોર્ડે નવો નિયમ જાહેર કર્યોં
નવી દિલ્હી તા.3: ઘરેલુ ક્રિકેટમાં ગરબડી રોકવા માટે બીસીસીઆઇએ નવી નીતિ દાખલ કરવાનું નકકી કર્યું છે. નવા નિયમ 2020-21 સિઝનમાં બીસીસીઆઇ આયોજીત તમામ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ પર લાગૂ થશે. નવા નિયમ અનુસાર જો કોઇ ખેલાડી તેની ભુલ કબૂલી લે તો ઉંમર સંબંધી ગરબડીમાં તે બચી શકે છે, પણ જો છૂપાવશે અને પકડાશે તો બીસીસીઆઇ તેના પર બે વર્ષનો પ્રતિબંધ મુકશે. કોઇ પણ લેવલની ટૂર્નામેન્ટ પહેલા ખેલાડીએ તેના જન્મ સંબંધી પ્રમાણપત્રના દસ્તાવેજી પુરાવા રાજય સંઘોને આપવાના રહેશે. જો તે નકલી કે છેડછાડવાળા હશે તો તે ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ મુકાશે. ખેલાડીઓની સહાયતા અર્થે બીસીસીઆઇએ એક હેલ્પ લાઇન નંબર પણ બહાર પાડયો છે. 
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer