વિક્રોલીની જોખમી ઇમારતોના 278 પરિવાર નવા ટ્રાન્ઝિટ કૅમ્પમાં

મુંબઈ, તા. 3 : વિક્રોલીમાંની મહાડાની જૂની અને જોખમી ઈમારતોમાંથી 278 પરિવારોને નવા ટ્રાન્ઝિટ કૅમ્પમાં ખસેડવામાં આવ્યા છે. મ્હાડા દ્વારા વિક્રોલીમાં ક્ન્ન્મવાર નગર-2માંથી લગભગ 40 વર્ષ જૂના ચાર ટ્રાન્ઝિટ કેમ્પમાંના 278 ઘરના લોકોને નવા ટ્રાન્ઝિટ કૅમ્પમાં ખસેડવામાં આવ્યા છે. આ ટ્રાન્ઝિટ કેમ્પ તેમના ઘરથી નજીક હોવાથી રહેવાસીઓને રાહત મળી છે. મ્હાડાનાં જુના ટ્રાન્ઝિટ કેમ્પના ઘર 220 ચોરસ ફૂટના હતાં જયારે નવા ટ્રાન્ઝિટ કેમ્પના ઘર 269 ચોરસ ફૂટના છે.

Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer