ડોંબિવલીના એમઆઈડીસી વિસ્તારમાં વિસ્ફોટ

થાણે, તા 3 : ડોંબિવલીમાં આવેલો એમઆઈડીસી વિસ્તાર સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ધડાકાને કારણે ધ્રુજી ઉઠ્યો હતો.  ડોંબિવલી ખાતેની એમઆઈડીસી ફેઝ-2માં એક કેમિકલ ફેક્ટરીમાં ધડાકો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં આવેલી અંબર કેમિકલ કંપનીના રિએક્ટરમાં ધડાકો થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે આજુબાજુનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. 
અગાઉ પણ આ વિસ્તારમાં આવી ઘટના બની હોવાથી નજીકના પરિસરમાં ભય ફેલાયો હતો. જોકે ધડાકામાં કોઈ ઇજા પામ્યું છે કે નહીં એ જાણવા મળ્યું નહોતું. પરંતુ આજુબાજુના વિસ્તારના લોકો ડરના માર્યા ઘરની બહાર ધસી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ તુરંત ઘટનાસ્થળે ધસી ગઈ હતી. 
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer