સાંસદ નવનીત રાણાના ઘરમાં કોરોનાની એન્ટ્રી, બે બાળકો સહિત 10 જણ સંક્રમિત

અમરાવતી, તા 3 : બડનેરા મતદાર સંઘના વિધાનસભ્ય રવિ રાણા અને અમરાવતીનાં સાંસદ નવનીત રાણાના ઘરમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે. રવિ રાણાના કુટુંબના દસ જણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં તેમના દીકરાઓ અને સાસુ-સસરાનો પણ સમાવેશ થાય છે. જોકે નવનીત રાણા અને રવિ રાણાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.  વિધાનસભ્ય રવિ રાણાના પિતા ગંગાધર રાણાનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કુટુંબીજનોની સાથે 50-60 કાર્યકર્તાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એ સાથે રવિ રાણાનાં માતા, સાત વર્ષનો દીકરો- ચાર વર્ષની દીકરી, બહેન-બનેવી, ભત્રીજો, ભાણેજ મળી દસ જણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer