અૉનલાઈન ઘર ખરીદ-વેચાણ પૉર્ટલ્સને દંડ

મુંબઈ, તા. 3 : અૉનલાઈન પર ઘરની ખરીદી, ફ્લેટસનું વેચાણ તેમજ તે ઘર ભાડા પર મેળવવામાં સહયોગ કરનારા ચાર અૉનલાઈન પોર્ટલને ચાર લાખ રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે. મેજીક બ્રિક્સ, 99 એકર્સ, મકાન ડૉટ કૉમ અને હાઉસિંગ ડૉટ કૉમ પોર્ટલ્સએ 'મ્હારેરા'માં 'એજન્ટ' તરીકે નામ નોંધાવ્યા વગર ઘર ખરીદી અને વેચાણનો વ્યવહાર કરતાં આ દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ગ્રાહક પંચાયતે તેમના વિરુદ્ધ મ્હારેરામાં ફરિયાદ કરી હતી. આ મુજબની નોંધ ફરજીયાત હોવાની નોટિસ મ્હારેરાએ આ પોર્ટલ્સને બજાવી હતી. ત્યારબાદ આ પ્રકરણ મ્હારેરાના લવાદ પાસે ગયું હતું. ચર્ચા દરમિયાન તમામ પોર્ટલ્સએ જણાવ્યું હતું કે તેઓ વેચાણ કરતા નથી પણ ફક્ત જાહેરાત કરે છે.

Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer